TWRની બાઇબલ ક્વિઝ શું છે ?

જાણવા માટે અહીં ક્લિક કરો

TWR દ્વારા આયોજિત બાઇબલ ક્વિઝ ભારતની જુદી જુદી ભાષાઓમાં બાઇબલનો ઊંડાણથી અભયાસ કરવા માટે રસ ઉત્પન્ન થાય અને ઉતેજન મળે તે માટે યોજવામાં આવે છે. છેલ્લા 11 વર્ષોથી અમે સફળતાપૂર્વક બાઇબલ ક્વિઝ કરી રહ્યા છીએ. આ સફળતાનું મુખય કારણ ડો. જે. વર્નોર્ન મેકગી દ્વારા આપવામાં આવેલ બાઇબલનો પદ્ધતિસરનો અભ્યાસ (TTB) છે અને તે TWR India દ્વારા ભારતની 100 કરતા વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે. TWR ની બાઇબલ ક્વિઝમાં જે જે મંડળીઓએ ભાગ લીધો છે તે બધાની સાક્ષી છે કે ઈશ્વરના વચનોનો ઊંડાણપૂર્વક અને સમૃદ્ધ રીતે અભ્યાસ કરવા માટેનો આ એક અજોડ અનુભવ છે. 2019 ના વર્ષમાં ભારતભરમાંથી કુલ 66000 લોકોએ બાઇબલ ક્વિઝમાં ભાગ લીધો હતો.

આ વર્ષે અમે એક કદમ આગળ વધવાની આશા સાથે ભારતની બહાર વસતા ભારતીયો સુધી આ બાઇબલ ક્વિઝને લઇ જવા માંગીએ છીએ. આ રીતે ઓનલાઇન બાઇબલ ક્વિઝના વિચારનો ઉદભવ થયો. કોવિડ 19 ના લીધે અમારો આ ઉદેશ મજબૂત થયો તેથી અમે સરકારના નીતિનિયમોને આધીન રહીને આ સેવાકાર્યમાં આગળ વધવા માંગીએ છે.

અમારી આશા છે કે આ વર્ષની બાઇબલ ક્વિઝમાં ભાગ લેવો તે તમારા માટે અદભુત અનુભવ બનશે અને તમે આ વર્ષ દરમ્યાન નિર્ગમનના પુસ્તકના અભ્યાસ દ્વારા આત્મિક પોષણ પ્રાપ્ત કરી શક્શો. આ બાઇબલ ક્વિઝમાં તમે ભાગ લેશો તો TWR ની સેવાને સતત ટેકો મળશે અને અમને સુવાર્તા પ્રગટ કરવા માટે તથા વિશ્વાસીઓને મજબૂત કરવા માટે સતત ઉતેજન મળશે.

આભાર

ઉપલબ્ધ ભાષાઓ :-

2020 ના વર્ષ માટે TWR ની બાઇબલ ક્વિઝ ભારતની જુદીજુદી 14 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે ભાષાઓ જાણવા અહીં ક્લિક કરો.

English

हिन्दी

தமிழ்

తెలుగు

മലയാളം

বাংলা

मराठी

ਪੰਜਾਬੀ

ગુજરાતી

ಕನ್ನಡ

অসমীয়া

नेपाली

ଓଡ଼ିଆ

Kokborok


જો તમે આ ભાષાઓમાંથી કોઈપણ ભાષા વાંચી અને સમજી શકો છો તો તમે સરળતાથી બાઇબલ ક્વિઝમાં ભાગ લઈ શકો છો. નામ નોંધાવતી વખતે જે ભાષા તમે વધારે સારી રીતે જાણો છો તે ભાષાની પસંદગી કરો.

રજિસ્ટ્રેશન ફી :-

વ્યક્તિદીઠ રૂપિયા 50/-

બાઇબલ ક્વિઝ માટે રજિસ્ટ્રેશન કરાવતી વખતે રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ચુકવવાની રહેશે.

જો તમે ભારતની બહાર રહો છો અને પૈસા ભરવા માંગો છો તો ભારતીય ચલણમાં (રૂપિયામાં) નાણાં ચૂકવવાના રેહશે. જો તમને કોઈ તકલીફ લાગે તો વેબસાઈટ પર મુકવામાં આવેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો.

તમારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયાં બાદ અને TWR India દ્વારા તેની ચકાસણી થયા બાદ તમને એક નંબર આપવામાં આવશે અને બાઇબલ ક્વિઝ માટેની જરૂરી સૂચનાઓ તથા તૈયારી માટે બાઇબલ અભ્યાસ માટેના ઓડિયોની link પણ મોકલી આપવામાં આવશે.